Latest

ભારત-પાકિસ્તાન બોર્ડર પર શરદપુનમની રાત્રે જમ્યો ગરબાનો રંગ સરહદની સુરક્ષામાં સદાય વ્યસ્ત જવાનો ગરબા રમ્યા

નડાબેટ, સંજીવ રાજપૂત: નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનો અનેરો મહિમા… ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાતા નવરાત્રીમાં લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે,

ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદપૂર્ણિમાએ યોજાયેલા ગરબામાં બી.એસ.એફના જવાનો પણ રંગે ચંગે ગરબામાં સહભાગી થયા હતા.

અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજન એ ઘર આંગણે માતાજીનાની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું…

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, ‘અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનો ના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

છેલ્લા પાંચેક વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું..’ શરદપૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરાબનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSF ના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *