Latest

SVNIT, Surat દ્વારા પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી

સુરતની ડો. એસ .& એસ. એસ.ગાંધી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફ્સર તરીકે ફરજ બજાવતા દર્શન જયેશભાઈ મહેતાએ સિવિલ એન્જિનિયરિંગમાં “Spatio-Temporal analysis of precipitation for the semi-arid region of South West part of Rajasthan, India” વિષય પર ડો. સંજયકુમાર એમ. યાદવ, પ્રોફેસર ના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો.

જેને માન્ય રાખી SVNIT, Surat દ્વારા પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. આ સંશોધનના મુખ્ય તારણો એ છે કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન નું હવામાન climate change ની અસર હેથળ બદલાઈ ચક્યું છે. 1995 સુધી આ પ્રદેશ દુષ્કાળગ્રસ્ત હતો.

1995 પછી, આ પ્રદેશમાં ઘણી વખત ભારે વરસાદ પડ્યો છે. છીછરી ઊંડાઈ ધરાવતી લુની નદી તેની ઓછી વહન ક્ષમતા કારણે રળ માં પુર આવે છે, જેના પરિણામે જાનહાનિ અને ભારે નુકસાન ગત દસ વર્ષો માં આ પ્રદેશ ના લોકો એ જોયા છે. એવું જોવામાં આવ્યું છે કે લુની નદીના બેસિનના થોડા ભાગમાં ભૂસ્તર માં જીપ્સમ રહેલું છે.

જીપ્સમની અભેદ્યતા (permeability) લગભગ શૂન્ય હોવાથી ઘણા દિવસો સુધી પુર નાં પાણી તળાવમાં પરિણમે છે અને ઓસરતાં નથી. આથી એકવાર પૂરનું પાણી આવા પ્રદેશમાં પ્રવેશી જાય તો તે વસવાટને અયોગ્ય બનાવે છે. એકવાર પૂરનું પાણી આ ભાગમાં પ્રવેશી જાય તો તેનો ક્યારેય નિકાલ થતો નથી.

લુની નદીના તટપ્રદેશના ખેડૂતો એ તેમની પાકની પદ્ધતિ માં બદલાવો કરવો જોઈએ.એવું પણ આ સંશોધન થકી જાણવા મળ્યું છે કે આ વિસ્તાર લા નીના ની અસર હેઠળ વધુ વરસાદ પડે છે.

આથી આ વિભાગ માં લા નીના નાં વર્ષ દરમિયાન ભવિષ્ય માં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.આ ઉપરાંત આ સંશોધન થકી એવા ગામો ની સૂચિ પણ બનાવી છે જે માં પુર આવવાની શક્યતા વધુ હોય છે.આ સંશોધન માત્ર academic સંશોધન ન રહેતા સમાજ ઉપયોગી ખૂબજ મહત્વપૂર્ણ સંશોધન બની રહેશે.

આ સંશોધન દરમિયાન ૧૩ જેટલા SCI/ESCI/Scopus જર્નલ પેપર, બુક ના chapter અને conference પેપર પ્રકાશિત થયા છે.તેમાં પણ આંતરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત સંશોધન પત્રો ને વિશ્વ નાં સંશોધન કર્તા લોકો એ આવકાર્યા છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *