Latest

દાંતા પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, બસમાં રહેલા મુસાફરોનો થયો આબાદ બચાવ

સંજીવ રાજપૂત: અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી.

ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર જીજે18ઝેડ9433 કલોલ તરફ જતા દાંતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બનવા પામ્યો હતો. સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઇવર અને કન્ડક્ટર હતા જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નહોતી. જેથી એક મોટી જાનહાની થતા ટળી હતી.

બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વિજપોલને નુકશાન થવા પામ્યું હતું તેમજ બસના આગળના ભાગે પણ ખૂબ નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આમ એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *