Latest

ગાંધીનગર ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું

ગાંધીનગર, સંજીવ રાજપૂત ; ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું હતું જેમાં ગુજરાતનો ગરબો, મણિયારો રાસ, ડાંગી નૃત્ય, રાઠવા નૃત્ય, દાંડિયા રાસ, હુડો, મંજીરા, સીદી ધમાલ લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કલાકારોએ મહારાષ્ટ્રનું લાવણી અને મધ્યપ્રદેશનું બધાઈ, રાજસ્થાનનું કાલબેલિયા, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ લોકનૃત્ય રજુ કર્યું હતું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને ભવ્ય વારસાને પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો થકી ટ્રેડ શોમાં ૧૯૦થી વધુ કલાકારોએ મુલાકાતીઓનું મનોરંજન કર્યું હતું. ટ્રેડ શો જોવા આવેલ મુલાકાતીઓએ પ્રદર્શન જેટલું જ આ લોકનૃત્યોને રસપૂર્વક નિહાળ્યા અને માણ્યા હતા. આ લોકનૃત્યોનો સાથે ઝૂમીને આનંદ મેળવ્યો હતો.

ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્ય આદિવાસી મેવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, પઢાર નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ, ગરિયા નૃત્ય, સિદ્દી ધમાલ નૃત્ય, હુડો, ટીપણી નૃત્ય, બેડા ગરબા જેવા થકી ટ્રેડ શોમાં અલગ અલગ પોડિયમ પર લોકનૃત્ય કર્યા હતા.

આ ઉપરાંત મહારાષ્ટ્રનું લાવણી, મધ્યપ્રદેશનું બધાઈ, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ, ગોવાનું પોર્ટુગીઝ, હરિયાણાનું ઘુમર લોકનૃત્ય કરી દેશ – વિદેશમાંથી પધારેલા મુલાકાતીઓને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશે પરિચય કરાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *