Latest

જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો વ્યસનમુક્તિનો કાર્યક્રમ

જામનગર સંજીવ રાજપૂત, જામનગર પોલીસ વિભાગ અને જી.જી સરકારી હોસ્પિટલના માનસિક વિભાગ તથા એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર ખાતે રાજકોટ રેન્જ આઇ.જી શ્રીઅશોક યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંની હાજરીમા મેન્ટર પ્રોજેક્ટ ના ભાગ રૂપે “de-addiction and rehabilitation” પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામ જી.જી હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના માનસિક રોગ વિભાગમાં કાર્યરત ડોક્ટર બલભદ્ર સિંહ જાડેજા અને ધારાબેન મકવાણા, સામાજિક કાર્યકર અને કાઉન્સેલર(NMHP) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને વ્યસનથી થતા માનસિક, શારીરિક અને સમાજિક નુકસાન, વ્યસન મુક્તિ માટેના વૈજ્ઞાનિક પદ્ધતિ અને સચોટ ઉપાયો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *