ન્યુઝબાય : રફીક અજમેરી, મોરબી
મોરબી : જીલ્લાના વાંકાનેર તાલુકાના જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ધાર પાસેથી ગોડાઉનમાં દારૂની રેડ કરાતા અલગ અલગ બ્રાન્ડની ઇંગલીશ દારુની 103 પેટી મળી આવી હતી જેથી કરીને દારૂના જથ્થા સાથે વાંકાનેર તાલુકા પોલીસે હાલમાં રાજકોટન કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધિની ધરપકડ કરી છે અને અન્ય વે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકામાં આવેલા જુદાજુદા ગામમાં રાજકોટન કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધિનો દારૂનો જથ્થો હોવાની વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજાને હક્કિત મળી હતી જેથી ખાગની રાહે મળેલી હકીકત વાળી જગ્યા જોધપર ગામની ખારીમાંથી તથા લીબાળાની ધાર પાસેથી ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગલીશ દારુ 103 પેટી મળી આવ્યો હતો પોલીસે જે દારૂનો જથ્થો કબજે કર્યો છે તેમાં ઓફીસર્સે ચોઇસ વ્હીસ્કી 750 એમ.એલ બોટલ નંગ 168, ઓફીસર્સે ચોઇસ વ્હીસ્કી 375 એમ.એલ બોટલ નંગ 840, ઓફીસર્સે ચોઇસ વ્હીસ્કી 180 એમ.એલ બોટલ નંગ 1056, ઇમ્પીરીયલ બ્લ વ્હીસ્કી 750 એમ.એલ બોટલ નંગ 24, ઇમ્પીરીયલ બ્લ વ્હીસ્કી 375 એમ.એલ બોટલ નંગ 144, ઇમ્પીરીયલ બ્લ વ્હીસ્કી 180 એમ.એલ બોટલ નંગ 48, ઓલ્ડ કલ્બ ત્રીપલ એકસ રમ 750 એમ.એલ બોટલ નંગ 96, ઓલ્ડ કલ્બ ત્રીપલ એકસ રમ 375 એમ.એલ બોટલ નંગ 168 અને ઓલ્ડ કલ્બ ત્રીપલ એકસ રમ 180 એમ.એલ બોટલ નંગ 336 સમાવેશ થાય છે અને પોલીસે કુલ મળીને દારૂની બોટલ નંગ 2880 જેની કિંમત રૂપિયા 5,13,600 ના મુદામાલ સાથે રાજકોટન કુખ્યાત બુટલેગર ફીરોજ હાસમભાઇ મેણુ જાતે- સંધી રહે . રાજકોટ દેવપરા મેઇન રોડની ધરપકડ કરેલી છે. જયારે આરોપી નીર્મળ ઉર્ફે લાલો હંશરાજભાઇ માણેક રહે. રાજકોટ જીલ્લા ગાર્ડન ચોક લલુડી હોકળા પાસે અને ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ સ્વાતી પાર્ક શેરી નં -6 વાળાને પકડવા માટે તજવીજ શરુ કરી છે.
નોંધનિય છે કે, દારૂનો વધુ જથ્થો હોવાની વાતો વહેતી થઇ હતી જેથી વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા સાથે વાત કરતા તેમને તે વાતને અફવા ગણાવી હતી અને બિન આધારભૂત સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ દારૂનો મોટો જથ્થો વાંકાનેર તાલુકાની હદમાં લઇ આવવામાં આવ્યો હતો અને તેના અગાઉ બે કટિંગ કરી નાખવામાં આવ્યા હતા અને આ ત્રીજા કટિંગનો માલ હતો તેવું ચર્ચાઈ રહ્યું છે જો કે, હાલમાં પકડાયેલા દારૂની સાથે રાજકોટના કુખ્યાત બુટલેગરને પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે જેથી પોલીસ તેની પૂછપરછમાં હજુ શું બહાર લાવી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.
વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા, મનીષભાઇ લલીતભાઇ બારેયા, હરીચન્દ્રસિંહ અજમલસિંહ ઝાલા, મુકેશભાઇ હકુભાઇ વાસાણી , દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ અને અશ્વીનભાઇ પ્રકાશભાઇ રંગાણી દ્વારા કરવામાં આવેલ છે.