bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૩ કિ.રૂ.૫૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીના ત્રણ ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૩/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.ના પો.કો.મહેન્દ્દસિંહ સરવૈયા તથા પો.કો.ભદ્દેશભાઇ પંડયાને બાતમીરાહે હકિકત મળેલ કે,હમીરપરા ગામની સીમમાં બાવળની કાટમાં એક ઇસમ શંકાસ્પદ કાળા કલરનું હોન્ડા કંપનીનું ટવીસ્ટર મો.સા.કાળા કલરનું લાલ પટ્ટાવાળુ બજાજ કંપનીનુ પ્લસર મો.સા.તથા કાળા કલરનું TVS મો.સા.લઇને ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ વાહનો સાથે હાજર મળી આવેલ.જે વાહનો અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહનો તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં આજથી આઠેક મહીના પહેલા ભાવનગર રેલ્વે ગ્રાઉન્ડ પાસેથી હોન્ડા કંપનીનું ટવીસ્ટર મો.સા. રજી.નં-GJ-20-P-0034,આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના પીપરલા ગામેથી TVS XL મો.સા.રજી.નં-GJ-04-DE-8255 તેમજ આજથી આશરે પચીસેક દિવસ પહેલા નથુગઢ ગામેથી બજાજ કંપનીની પ્લસર મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસ જયેશભાઇ ઉર્ફે ટકો દિનેશભાઇ પરમાર ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.હમીરપરા,પ્લોટ વિસ્તાર,તા.તળાજા,જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું હોન્ડા કંપનીની ટવીસ્ટર રજી.નં.GJ-20-P-0034 ચેસીસ નંબર-ME4JC476BC7035246 તથા એન્જીન નં.JC47E2118847વાળુ મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-
2. કાળા કલરનું TVS XL કંપનીનું રજી.નં.GJ-04-DE-8255 ચેસીસ નંબર-MD621DP1313A25532 તથા એન્જીન નં.DP1AJ2433382વાળુ મોટર સાયકલ કિ.રૂ.૧૮,૦૦૦/-
3. કાળા કલરનું બજાજ કંપનીનું પ્લસર આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું ચેસીસ નંબર- MD2DHDHZZU CJ70749 તથા એન્જીન નં.DHGBUJ41790વાળુ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૩,૦૦૦/-નો મુદ્દામાલ

ગુન્હાહિત ઇતિહાસઃ-
તળાજા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૨૦૧૪૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં અશોકભાઇ ડાભી,અરવિંદભાઇ મકવાણા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *