bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૨/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, મહુવા, ડાયમંડ નગરમા માહિરભાઇ અબ્દુલકાદર મોરખ રહે.નવા ઝાંપા, બોરડી ફળીયા,મહુવાવાળા બ્લ્યુ કલરનુ ટી શર્ટ તથા ભુખરા કલરનુ પેન્ટ પહેરીને ઉભેલ છે અને જાહેરમાં પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી-રમાડે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ વરલી-મટકાના આંકડાનો હાર-જીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-માહિરભાઇ અબ્દુલકાદર મોરખ ઉ.વ.૨૫ ધંધો-ડ્રાયવીંગ રહે.નવા ઝાંપા, બોરડી ફળીયા, મહુવા

કબ્જે કરેલ મુદ્દામાલઃ-વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય, પેન-૦૧ તથા રોકડ રૂ.૧૪,૬૦૦/- મળી કુલ રૂ.૧૪,૬૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *