ગઢડા તાલુકાની આજુબાજુના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે આશય સાથે આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગઢડા ખાતે Maruti Suzuki Ind. Pvt. Ltd – બેચરાજી પ્લાન્ટ દ્વારા ભરતી મેળો યોજાયો. જેમાં ૮૯ ઉમેદવારો હાજર રહ્યા હતા તેમાંથી ૪૯ ઉમેદવારોને ફાઈનલ ઇન્ટરવ્યુંમાં પસંદગી આપી હતી.
આ ભરતી મેળા કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને માન આપીને ગઢડા તાલુકાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા , ગઢડા નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, એકાઉન્ટન્ટ રાજુભાઈ સોમાણી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપીને યુવાનોને રોજગારી માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ ભરતી મેળામાં મારુતિ સુઝુકી કંપનીના HR મેનેજર ચિરાગભાઈ ડોડીયા , સ્કીલ સોર્સ કંપનીના સીનીયર મેનેજર હિતેશભાઈ સમાજપતિ ઉપસ્થિત રહી ઉમેદવારોની નોંધણી અને ઇન્ટરવ્યૂ લઈ ફાઈનલ પસંદગી કરવામાં આવી હતી.
સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડી.ડી.લાઠીયાએ સ્વાગત પ્રવચન આપેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કર્મચારી એન.બી.તુવારે કર્યું હતું તેમજ આભાર વિધિ ઇન્ચાર્જ ફોરમેનજે.એમ. કંડોલીયાએ કરી હતી. સંસ્થાના દરેક કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક આ ભરતી મેળામાં ભાગ લીધો હતો.
















