bhavnagar

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. તારીખ 20 નવેમ્બર 2026ના રોજ એક રેલકર્મીએ પોતાની સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપતાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક વૃદ્ધ મહિલાનું ખોવાયેલું સોનાનું આભૂષણ સુરક્ષિત રીતે પરત કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 20 નવેમ્બર 2026ના રોજ સવારે ટ્રેન નંબર 52950 (દેલવાડા–વેરાવળ)માં એક મહિલા પોતાના પરિવાર સાથે ઊનાથી વેરાવળની મુસાફરી કરી રહી હતી. તાલાલા સ્ટેશનથી ટ્રેન ઉપડતી વખતે મહિલાના કાનમાંથી અંદાજે 7 ગ્રામ વજનનું સોનાનું આભૂષણ (પોખાણી), જેની અંદાજિત કિંમત આશરે ₹90,000 હતી, ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયું હતું.

તાલાલાથી આગળ આવેલા સવની સ્ટેશને પહોંચ્યા બાદ મહિલાના પરિવારજનોએ આ અંગે સ્ટેશન માસ્ટર શ્રી પ્રવીણભાઈને જાણ કરી હતી. તેમણે તાત્કાલિક તાલાલાના સિનિયર સેક્શન એન્જિનિયરને આ અંગે માહિતી આપી હતી. સિનિયર સેક્શન એન્જિનિયર (P.WAY), તાલાલા, શ્રી હિતેનકુમાર એ. જાની એ ત્વરિત કાર્યવાહી કરતાં પોતાના કર્મચારીઓને આભૂષણની શોધ કરવા સૂચના આપી હતી.

સૂચનાના અનુસંધાને તાલાલા સ્ટેશનથી થોડે દૂર રેલવે ટ્રેકની બાજુમાં ફરજ પર તૈનાત ટ્રોલીમેન શ્રી જયેશગિરિ અપારનાથીને ઉપરોક્ત સોનાનું આભૂષણ નજરે પડ્યું હતું. તેમણે તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરી હતી. ત્યારબાદ મહિલાના પરિવારજનોને તાલાલા કાર્યાલય ખાતે બોલાવી જરૂરી પૂછપરછ અને ખરાઈ કર્યા બાદ આભૂષણ મહિલાના પતિને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું.
રેલવે કર્મચારી શ્રી જયેશગિરિ અપારનાથીની પ્રામાણિકતા, સતર્કતા અને માનવીય સંવેદનશીલતાથી પ્રભાવિત થઈ મુસાફર પરિવારે રેલવે પ્રશાસન અને સંબંધિત કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ સંબંધિત કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરતાં તેને મુસાફર સેવા, પ્રામાણિકતા અને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.

ભાવનગરના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ પણ રેલકર્મીની કર્તવ્યનિષ્ઠા અને મુસાફર સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાની સાથે સેવા, પ્રામાણિકતા, વિશ્વાસ અને માનવીય સંવેદનશીલતાનાં મૂલ્યો જાળવી રાખવા માટે સતત પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *