bhavnagar

ઘોઘા તાલુકા રાજપૂત સમાજનો ૪૪મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

૪૩૨ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન; રાજકીય ક્ષેત્રે નિમણૂક પામેલા હોદ્દેદારોનું પણ અભિવાદન કરાયું

ઘોઘા: શ્રી ઘોઘા તાલુકા રાજપૂત સમાજ દ્વારા મલેકવદર મુકામે ૪૪મા ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૪૯ વર્ષથી ચાલતી શૈક્ષણિક સન્માનની પરંપરા અંતર્ગત આ વર્ષે ધોરણ ૮થી ઉચ્ચ અભ્યાસ સુધીના તેમજ રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર કુલ ૪૩૨ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, મોમેન્ટો, ગોલ્ડ મેડલ અને ઐતિહાસિક પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે રાજકીય ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ પર નિમણૂક પામેલા આગેવાનોનું પણ સન્માન કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વાસુદેવસિંહજી ગોહિલ (વરતેજ), મુખ્ય મહેમાન તરીકે મોટિવેશનલ ટ્રેનર મીતલબા પરમાર, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિત સમાજના વિવિધ આગેવાનો, પદાધિકારીઓ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વક્તાઓએ વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા, ઊંચાં લક્ષ્યો નક્કી કરવા અને સતત મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. શિક્ષણની સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું.

સમારોહમાં ઘોઘા તાલુકા રાજપૂત સમાજના છેલ્લા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સમાજના ભંડોળમાં વધારો કરવા શુભ પ્રસંગોએ યોગદાનની પરંપરા, બે વર્ષમાં ૧૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૫.૦૩ લાખની શૈક્ષણિક સહાય, મોખડાજી દાદાના કાર્યક્રમનું આયોજન, ૪૨મા અને ૪૩મા ઇનામ વિતરણમાં અનુક્રમે ૨૦૯ અને ૨૬૯ વિદ્યાર્થીઓનું સન્માન, મોખડાજી દાદાના મંદિરની જમીન અંગેની દસ્તાવેજી કામગીરી તથા વીર મોખડાજી ગોહિલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નામકરણ માટેના પ્રયાસો સહિતની કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી.

સમાજના સૌપ્રથમ સમાજભવનની ધરોહરને જાળવવા તેના નવીનીકરણની કામગીરી તથા દાતાશ્રીઓના સહયોગ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, વ્યવસાય અને સમાજસેવા ક્ષેત્રે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઘોઘા તાલુકા રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી ચાલતી ઇનામ વિતરણની પરંપરા સમાજમાં શિક્ષણ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું આગવું ઉદાહરણ બની છે. સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા, શૈક્ષણિક જાગૃતિ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે સંપન્ન થયો હતો.

રિપોર્ટર: નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને…

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું…

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *