Ahmedabad

કમલમ ખાતેથી વિકસિત ભારત મોદીની ગેરંટી વીડિયો વાનને પ્રસ્થાન કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ.

ગાંધીનગર, સંજીવ રાજપૂત: લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જનતાના સુચનો માટે મોબાઇલ નંબર9090902024 પણ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ લોન્ચ કર્યો.

આ નંબર પર મિસ કોલ મારી 30 સેકન્ડમાં પોતાના સુચનો પણ નોંધાવી શકે છે તેમજ ઇમેલ એડ્રેસ [email protected] પર સુચનો પણ મોકલી શકાશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ મીડિયાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમા સમાવેશ કરી શકાય.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા આજથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્ર ની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે.

સી આર પાટીલએ વધુમાં જણાવ્યું કે, લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો,કોલેજો સહિત સ્થળોએ પેટી મુકાશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન દરેક લોકસભામાં બે વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે.

વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમા આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ.

ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે. ગુજરાતની જાહેરજનતાને વિનતીં છે કે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *