Breaking NewsCrime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૬,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી,  ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *પો. કોન્સ. હરિશ્ચન્દ્રસિંહ દિલુભાને બાતમીરાહે હકિકત મળેલ કે, અજયસિહ બળદેવસિહ ગોહીલ રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર વાળાએ તેના રહેણાંક મકાને બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખેલ છે.* જે હકીકત આધારે રેઇડ કરતા મજકુર હાજર મળી આવેલ. આ જગ્યાએથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ. રૂ.૪૬,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સોનગઢ પો.સ્ટેમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ
1. મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલો નંગ-૧૦૪/-
2. ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલો નંગ-૨૪/-મળી કુલ કિ.રૂ ૪૬,૨૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઈ લાંગાવદરા, હરેશભાઈ ઉલ્વા, બિજલભાઈ કરમટીયા, હરિશ્ચન્દ્રસિંહ દિલુભા, શકિતસિંહ સરવૈયા

અલ્પેશ ડાભી બ્યુરોચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *