bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગરની સમરસ કુમાર ક્ષાત્રાલય ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન યોજાયું.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગરના હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસરશ્રી જાડેજા સાહેબની સમગ્ર ટીમ તેમજ પ્રોજેકટ ઓફિસર,ફાયર મેન દ્વારા છાત્રાલયમાં નિવાસ કરતાં છાત્રો તેમજ છાત્રાલય ખાતે ફરજ બજાવતા હાઉસ કીપીંગ કર્મચારી,સિક્યુરિટી ગાર્ડ,લિફ્ટ મેન,ફાયર મેન,કેન્ટીન સ્ટાફ વગેરે તમામ ૫૦૦ થી વધુ છાત્રો અને કર્મચારીઓને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એક્ષ્ટિંગ્યુશર સબંધિત તમામ સમજણ પૂરી પાડવામાં આવી તેમજ અચાનક આગ લાગવાના કિસ્સામાં ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે છાત્રો અને કર્મચારીઓને લાઈવ ડેમો કરાવી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ આ છાત્રાલયમાં રહેતા છાત્રોની સુરક્ષા માટે આ ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશનમા સમરસ છાત્રાલયના અધિકારીશ્રી એમ.કે.રાઠોડ,વી.સી.વસાણી તથા મહાનગર પાલિકાના ફાયર ડેપ્યુટી ચીફ ઓફિસરશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

આણંદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણી

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન…

1 of 107

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *