bhavnagarBreaking NewsCrimeGujarat

ઇ.પી.કો.કલમઃ-૩૦૭ મુજબના ગુન્હામાં સજા પામેલ પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ.એજાજખાન પઠાણને સંયુકત રીતે માહિતી મળેલ કે,રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ઇ.પી.કો. કલમઃ-૩૦૭ મુજબના ગુન્હામાં પાકા કામનાં કેદી તરીકે રહેલ સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશીભાઇ દાઠીયા રહે.સીદસર રોડ,ભાવનગરવાળા પેરોલ રજા ઉપરથી ફરાર થઇને તેના રહેણાંક મકાન પાસે હાજર હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.
આ દરમિયાન પેરોલ જમ્પ કેદી સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશીભાઇ દાઠીયા ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૧૪૪, લક્ષ્મીનગર સોસાયટી, સીદસર રોડ, ભાવનગર જડપાયેલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,એજાજખાન પઠાણ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

1 of 111

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *