bhavnagarBreaking NewsCrimeGujarat

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૬ કિ.રૂ.૬૦૦/- મળી કુલ રૂ.૧૦,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબબ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.તથા ઇ.ચા.પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી/કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પો.કો.સોહિલભાઇ ચોકીયા તથા હારિતસિંહ ચૌહાણને સંયુકત રીતે બાતમી મળેલ કે,ઉમરભાઇ હનીફભાઇ સોરા રહે.કામળ ફળી ચોક,ભાવનગરવાળો પોતાના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી ભાવનગર,ભીલવાડા સર્કલ,એક્તા રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપર ઉભો છે.આ બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસ ગેરકાયદેસર રાખેલ નીચે મુજબના વર્ણનવાળા હથિયાર તથા જીવતાં કાર્ટીસ સાથે મળી આવેલ. તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

પકડાયેલ આરોપીઃ-ઉમરભાઇ ઉર્ફે હાજીઉમર હનીફભાઇ સોરા ઉ.વ.૪૭ ધંધો-વેપાર રહે.કામળ ફળી ચોક, બેસ્ટ ચીકન શોપની સામે, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-દેશી બનાવટની લોખંડની ધાતુની પીસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૬ કિ.રૂ.૬૦૦/- મળી કુલ રૂ.૧૦,૬૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ મકવાણા,હરેશભાઇ ઉલવા,પ્રદિપસિંહ ગોહિલ,હિરેનભાઇ સોલંકી,સોહિલભાઇ ચોકિયા,હારિતસિંહ ચૌહાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 430

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *