bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના અલગ અલગ સ્થળો અને મંદીરો માં થયેલ ચોરી ના આરોપી ની ગેંગ મુદામાલ સાથે ઝડપાઇ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, ભરતનગર ચોકડીથી, તરસમીયા રોડ ઉપર આવેલ રામદેવપીર બાપાના મંદિર પાસે ચાર પુરુષો કાળા કલરની લાલ અને સીલ્વર પટ્ટાવાળી હોન્ડા સાઈન મોટર સાયકલ નંબર.GJ-04-DK-9975 સાથે ઉભેલ છે. તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે. જે તેઓએ કયાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસો પાસેથી નીચે મુજબના રોકડ રૂપિયા,ચાંદીના દાગીનાઓ, મોબાઇલ તથા મોટર સાયકલ સાથે હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતાં તે અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતા નહિ હોવાથી નીચે મુજબની મળી આવેલ તમામ વસ્તુઓ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ ચારેય માણસોની પાસેથી મળી આવેલ ચાંદીના દાગીના તથા રોકડ વિગેરે બાબતે પુછપરછ કરતાં આ ચારેય માણસોએ તથા પકડવાના બાકી માણસોએ મળીને છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષની અંદર ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના કોળીયાક બજારમાં આવેલ તુલજા ભવાની જવેલર્સ,અકવાડા ગામે આવેલ માતૃધામ મંદિર,સીદસર- શામપરા ગામે ગ્રામ પંચાયતની જગ્યા, ભાવનગર,મોટા શીતળામાંના મંદિર પાસે આવેલ ખોડિયાર જવેલર્સ,ભાવનગર,શિવાજી સર્કલ પંપની બાજુમાં આવેલ રાધીકા જવેલર્સ,ભાવનગર,ઝાંઝરીયા હનુમાનજીના મંદિર,માલણકાથી બુધેલ રોડ ઉપર આવેલ ખીજડાવાળા મેલડીમાંના મંદિરની જગ્યા,ભાવનગર,તળાજા રોડ,શિવ કુંજ આશ્રમ મંદિર તથા ભાવનગર,ભરતનગર,સીતારામ ચોક પાસે આવેલ શિવ શકિત જવેલર્સની દુકાનમાં રેકી કરી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસોઃ-
1. વિક્રમભાઇ મથુરભાઇ કંટારીયા ઉ.વ.૪૬ ધંધો-ખેતીકામ તથા કડીયાકામ રહે.હાલ-ધરમશીભાઇ ધાપા ના મકાનની બાજુમાં,શીતળામાતાના મંદિર પાસે, ઘોઘા રોડ, ભાવનગર મુળ-સુરકા તા.ઘોઘા જી.ભાવનગર
2. સુમરીયાસીંગ ઉર્ફે નાનકો સ/ઓ કાપસીંગ સુરસીંગ બામનીયા ઉ.વ.૨૧ ધંધો-કડીયાકામ
3. કાપસીંગ સુરસીંગ બામનીયા ઉ.વ.૫૫ ધંધો-કડીયાકામ
4. મદન બીલામસીંગ બામનીયા ઉ.વ.૧૯ ધંધો-કડીયાકામ રહે.૨ થી ૪ બહેડીયા, તા.જોબટ, જી.અલી રાજપુર રાજય-મધ્ય પ્રદેશ હાલ-દિલીપભાઇ કોન્ટ્રાકટરની સાઇટમાં,સુભાષનગર,પંચવટી ચોક, ભાવનગર

ચાંદીના અલગ-અલગ દાગીનાઓ કિ.રૂ.૮૦,૧૭૦/-, રોકડ રૂ.૨૪,૨૦૦/-, કાળા કલરનું લાલ અને સીલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલ રજી. નંબર.GJ-04-DK-9975 કિં.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૫૯,૮૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
1. ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૩૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૪૮/૨૦૨૪ B.N.S. કલમઃ-૩૩૧ (૩), ૩૩૧ (૪), ૩૦૫ મુજબ
3. ઘોઘા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૫૭, ૩૭૯, ૩૮૦, ૧૧૪ મુજબ

આ ગુન્હાના આરોપીઓ પૈકી સ્થાનિક આરોપી વિક્રમ અગાઉ કડિયાકામ કરવા માટે મધ્ય પ્રદેશથી માણસોને બોલાવતો હોય.તે પૈકી અમુક માણસો સાથે મિત્રતા થાય એટલે તેઓને ચોરી કરવા માટેની જગ્યાઓ બતાવતો હતો.ત્યાર પછી અલગ-અલગ આરોપીઓએ મંદિર તથા જવેલર્સની દુકાનોમાં રાત્રીના સમયે ચોરીઓ કરતાં હોવાનું જણાય આવેલ.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફના મહેન્દ્દભાઇ ચૌહાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદીયા, સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,પ્રજ્ઞેશભાઇ પંડયા,હરપાલસિંહ ગોહિલ,હસમુખભાઇ પરમાર,નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *