bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૬ કિ.રૂ.૩૭,૪૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. બી.એચ.શીંગરખીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સીદસર રોડ,શિવરજંની એપાર્ટમેન્ટની સામે જાહેરમાં બે માણસો બે ભુરા કલરના પ્લાસ્ટીકના કંતાનના કોથળાઓમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ઉભા છે.જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ નાની-મોટી બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. નૈમીશ ઉર્ફે રોકી મંગળભાઇ કારીયા ઉ.વ.૩૮ ધંધો-વેપાર રહે.સીદસર રોડ,રૂદ્ર રેસ્ટોરન્ટની બાજુમાં, લક્ષ્મીનગર ભાવનગર
2. સુરેશ સુભાષભાઇ સાથળીયા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.સાંઇ એપાર્ટમેન્ટની ચાલી,૯૦ ફુટ રોડ,નાલા સોપાલા,મુંબઇ
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઇમ્પીરીયલ બ્લ્યુ સુપરીયર વ્હીસ્કી ૨ લી. પ્લાસ્ટીકની સીલપેક બોટલ નંગ-૧૬ રૂ.૨૪,૮૦૦/-
2. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લી. પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૦ રૂ.૧૨,૬૦૦/- મળી કુલ રૂ.૩૭,૪૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 370

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *