bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં છ પુરૂષોને રોકડ રૂ.૧,૭૪,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૫/૦૨/૨૦૨૪ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન રાજપરા (ખોડીયાર) ગામે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે,જાળીયા ગામથી ભડલી ગામ તરફ જતા ભડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ યુનિવર્સલ ફાર્મથી અંદર જતા રસ્તે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. દિપકભાઇ કલ્યાણભાઇ સાવલીયા ઉ.વ.૪૨ રહે.જવાહરનગર, વડલારોડ શેરી નં-૧, પ્લોટ નં-૧૨૩,ભાવનગર
2. રમશેભાઇ હીરાભાઇ બારૈયા ઉ.વ.૪૪ રહે.કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં-૮, પ્લોટ નં-૩૪૨, ભાવનગર
3. પ્રવિણભાઇ મશરૂભાઇ બારૈયા ઉ.વ. ૪૯ રહે. કુંભારવાડા રામદેવનગર શેરી નં-૨,ભાવનગર
4. મનસુખભાઇ સામંતભાઇ રાંઘાણી ઉ.વ.૪૦ રહે. મીંગલપુર તા.ધોલેરા જી.અમદાવાદ
5. પ્રવિણભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૪૩ રહે.અક્ષરપાર્ક શેરી નં-૨૩, મકાન નં-૮૧૧,કુંભારવાડા,ભાવનગર
6. જીવણભાઇ છનાભાઇ બારૈયા ઉ.વ.૩૭. રહે.રામદેવનગર શેરી નં-૨,કુંભારવાડા,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧,૭૪,૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૮૦૦/- નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઈ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહીલ,હરિચંદ્દસિંહ ગોહિલ જોડાયાં હતા .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *