bhavnagarCrime

LCB એ પાલીતાણાના ઠાડચ ગામેથી જુગાર રમતા છ લોકોને ઝડપી પાડયા

રોકડ રૂ.૨૨,૧૦૦/-ના મુદ્દામાલ જપ્ત કરી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૬ માણસોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી. સ્ટાફના માણસો પાલીતાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજપરા (ઠાડચ) ગામે પીપળાવાળુ વાડી તરીકે ઓળખાતી સુજાનસિંહ નટુભા ગોહિલની વાડીની સામે રસ્તા ઉપર લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમે છે

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર રમતા છ લોકોને LCB એ ૨૨,૧૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો

આરોપીઓઃ-
1. સુજાનસિંહ નટુભા ગોહિલ ઉ.વ.૫૦ રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર
2. રાઘવભાઇ પોપટભાઇ ઢાપા ઉ.વ.૪૮ રહે.રાથળી,સ્મશાન પાસે તા.પાલીતાણા જી.ભાવનગર
3. રાજારામ પરશુરામ ગોંડલીયા ઉ.વ.૪૦ રહે. ભુતીયા (પાણીયાળી) તા.પાલીતાણા જી.ભાવનગર
4. જીવનભાઇ જેરામભાઇ સરવૈયા ઉ.વ.૩૬ રહે.ઠાડચ,બગદાણા રોડ તા.પાલીતાણા જી.ભાવનગર
5. ભગીરથસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૫૫ રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર
6. જેમાભાઇ ખાટાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે. સાંજણાસર પ્લોટ વિસ્તાર તા.પાલીતાણા જી.ભાવનગર

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 99

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *