Latest

રંઘોળા ગામે ઐતિહાસિક ક્ષણો વિર આહીર દેવાયત બાપાની એક સાથે બે પ્રતિમાનું અનાવરણ

આ પ્રસંગે રકતદાન કેમ્પમાં 117 બોટલ રક્તનું દાન કરાયુ

ઉમરાળાના રંઘોળા ખાતે વિર દેવાયતબાપા બોદરની પ્રતિમાના અનાવરણ અવસરે જિલ્લા ઉપરાંત રાજ્યમાંથી ચોમેરથી હજારોની સંખ્યામાં આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા આશ્રરા ધર્મ ખાતર પોતાના પંડના દીકરાના બલિદાનો આપવા એજ તો વિર આહીરોની ગાથા રહી છે ને આ વાતો ઇતિહાસના પન્ને લખાયેલી છે

ત્યારે જૂનાગઢના રા નો વંશ જાળવી રાખવા માટે પોતાના સગા દીકરાનું બલિદાન આપનાર વીર આહીર દેવાયત બાપા બોદરના ગૌરવને જાળવી રાખવા માટે આહિર સમાજના સયુંકત ઇતિહાસને ઉજાગર કરવા માટે રંઘોળા ખાતે વીર આહીર દેવાયત બાપા બોદરની ભવ્ય પ્રતિમાના અનાવરણ અવસરે 1008 મહા મંડલેશ્વર જીણારામ બાપુ મોંઘીબાની જગ્યા સિહોર,ધનસુખનાથ બાપુ મહાકાળી આશ્રમ ઠવી વીરડી,બાલકનાથ બાપુ આદેશ આશ્રમ હીરાણા,1008 મહા મંડલેશ્વર રમજુબાપુ અંબિકા આશ્રમ સાંગાણા,દલપતગીરી બાપુ ભવનાથ આશ્રમ રંઘોળા,સહિતના સંતો મહંતો આશીર્વાદ તેમજ જિલ્લા અને રાજ્યભરના આહીર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું અનાવરણ થયું હતું

“આશરો એ જ ધર્મ “નો જય જય કાર કરીને ચોતરફથી પુષ્પવૃષ્ટિ થઈ હતી આ અનાવરણ પહેલા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ તેમાં 117 બોટલ રક્તનું દાન કરાયુ ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા માર્ગો પર ભવ્યતાથી ફરી હતી તેમજ રાત્રિના સમયે લોક સાહિત્યકાર ભાવેશ આહીર,હિરેન પંડ્યા,હાર્દિક આહીર,ભૂમીબેન આહીર,ગોપીબેન આહીર સહિતના નામી અનામી કલાકારોએ વીરપુરુષ આહીર દેવાયત બાપા બોદરના ઐતિહાસિક બલિદાનને બિરદાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત આહીર સમાજે ભારે જહેમત ઉઠાવી હતી અહીં ખાસ દેવાયત બાપા બોદર પરિવાર ના ખીમભાઈ બોદર,અમરીશભાઇ ડેર, રામશીભાઈ જોટવા,રાજભાઈ ચાવડા,ગોવિંદભાઈ ચાવડા, પેથાભાઈ હુંબલ,નારણભાઈ ડાંગર,કિરીટભાઈ હુંબલ,પ્રભાતભાઈ કોઠીવાલ,ભીખુભાઈ ડેર,જીતુભાઈ ડેર,કેહુરભાઈ ડેર,
વનરાજભાઈ કોઠીવાળ,નિર્મળભાઈ મેતા,ભરતભાઈ ડેર,મનુભાઈ કુવાડિયા,વશરામભાઈ ડાંગર,મિલન કુવાડિયા સહિતના આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *