Latest

“બિપરજોય” વાવાઝોડાના સંભવિત જોખમના પગલે પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાતે

મહુવા તાલુકાના કતપર ગામની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાના પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા હાલ જિલ્લાની મુલાકાતે છે. આજે તેઓ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાતે છે અને અહીંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મંત્રીશ્રીએ મહુવા તાલુકાના કતપરખાતે જઈ તૈયારીઓનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા હતા. તેમજ જોખમભરી પરિસ્થિતિમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા અંગે બેઠક કરી હતી. આ તકે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોવા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, શ્રી અભયભાઈ ચૌહાણ, શ્રી આર. સી. મકવાણા,  સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *