Latest

ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દ્વિતીય એક્ઝિબિશનનું આયોજન કરાશે.

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દ્વિતીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે તારીખ ૧૮ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ એક્ઝિબિશનમાં ૭૦૦થી વધુ વિવિધ પ્રકારના વેપાર, ઉત્પાદનો તેમજ સેવા અને સ્ટાર્ટઅપના સ્ટોલ જોવા મળશે.

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જ્ઞાતિના સભ્યોને તેમના વેપાર, ઉત્પાદનો તથા સેવાને યોગ્ય પ્રચાર પ્રસાર કરવાનો મોકો મળે એ ઉદ્દેશથી “લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ” ની રચના કરવામાં આવી છે.

આ અંતર્ગત ગત વર્ષ યુગાન્ડા (આફ્રિકા) ખાતે પ્રથમ વૈશ્વિક એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૨ દેશોમાં વસતા લોહાણા ભાઈ બહેનો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત અનેક જ્ઞાતિ બંધુઓને સારી તકો પ્રાપ્ત થઇ હતી.

આ અંગે વાત કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષભાઇ વિઠ્લાણીએ કહ્યું કે, ગાંધીનગરમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દ્વિતીય એક્ઝિબિશનનું આયોજનનું આયોજન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.

લોહાણા સમાજના તમામ લોકોને સાંકળીને આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પહેલા અમે જામનગરમાં મિટિંગ પણ રાખી હતી, જેના થકી અમે લોહાણા સમાજના દરેક વ્યક્તિ સાથે આ એક્ઝિબિશનની વાત પહોંચાડી રહ્યા છે.

ગાંધીનગરમાં આયોજિત આ એક્ઝિબિશનમાં કુલ પાંચ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં ૭૦૦થી વધુ વિવિધ પ્રકારના વેપાર, ઉત્પાદનો તેમજ સેવા અને સ્ટાર્ટ અપ માટેના સ્ટોલ બનાવવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં દેશ વિદેશમાંથી લોહાણા ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ આપણી જ્ઞાતિના લોકોને તેમના વેપાર, ઉત્પાદનો તથા સેવાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

તેમણે વધુમાં કહ્યું કે, લોહાણા સમાજના યુવા ભાઇ-બહેનોમાં ખૂબ જ ટેલેન્ટેડ છે. ગુજરાત ઉપરાંત વિશ્વના તમામ દેશોમાં લોહાણા સમાજના લોકો આજે વસવાટ કરી રહ્યા છે. લોહાણા સમાજના ૧ હજારથી વધુ દિકરી અને દિકરાઓ સી.એ.ની ડિગ્રી ધરાવે છે, જેનો સમગ્ર લોહાણા સમાજને ખૂબ ગર્વ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *