શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમાં માટે નગરનાં ધર્મપ્રેમી લોકોનો સહયોગ મળી રહ્યો છે સ્મારક સમિતિ ને
વ્યારા નગરમાં સ્થાપિત થવા જઈ રહેલ હિંદુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાં માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ વ્યારા ને રાજ્ય સરકારનાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ દ્વારા રૂપિયા એક લાખ રૂપિયાનું અનુદાન આપી ધર્મકાર્ય માં સહયોગ આપ્યો હતો.
બીજી તરફ નગરમાંથી પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાં માટે ધર્મપ્રેમી જનતા દ્વારા સારો સહયોગ આપી રહ્યાં હોવાનું દેખાઈ આવી રહ્યું છે.
વ્યારા નગરમાં હિંદુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પુર્ણકદની પ્રતિમા બિરાજમાન થાય તેવી વર્ષો થી નગરની જનતાની માંગ હતી જે પૈકી વ્યારા નગરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને સમિતિ વતી આવનાર ટૂંકા દિવસોમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુર્ણકદની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યાં છે
જેમાં પૂર્ણકદની શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પંચ ધાતુની પ્રતિમાંના સહયોગ માટે ગુજરાત સરકારનાં આદિજાતી વિકાસ , શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ રૂપિયા એક લાખ રૂપિયાની અનુદાન આપી ધર્મકાર્યમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે સહયોગ આપ્યો હતો બીજી તરફ વ્યારા નગરમાં પણ ધર્મપ્રેમી લોકો મહારાજની પ્રતિમાં માટે પોતાનું અનુદાન લખાવી સારો સહયોગ આપી રહ્યાં છે.