bhavnagarBreaking NewsGujarat

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહુવા તાલુકાનાં ખરેડ ગામનાં વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહી યોજના નો લાભ લીધો.

આજરોજ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ખરેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

સરકારના વિવિધ વિભાગો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી.આ તકે શ્રી ખરેડ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા યોગ થકી રોગમુક્ત બની શકાય તે અંતર્ગત યોગ કરવામાં આવ્યા હતા અને લોકોને યોગ કરવા માટે નિર્વાહન કર્યું હતું.

મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇને જણાવ્યા હતા.

આ પ્રસંગે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,મહુવા નાયબ કલેકટરશ્રી ઇશિતા મેર,લાભાર્થીઓ તેમજ અન્ય વિભાગનાં અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *