bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની સુપર્બ કામગીરી રોકડ રૂ.૨૦,૫૮૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પુરૂષોને ઝડપી લીધાં.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૭/૧૨/૨૦૨૩ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કાટોડીયાથી વાવ ગામ તરફ જતા જૈન ઉતારો આવેલ છે તેની બાજુમા આવેલ બાવળની કાંટમા ગંજીપતા નાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમાતો હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
 પકડાયેયેલા  આરોપીઓઃ-
1. ઘેલુભા ભીખુભા ગોહીલ ઉ.વ.૪૯ ધંધો:-ખેતી રહે.બજુડ ખારા કુવા વિસ્તાર તા-ઉમરાળા જી.ભાવનગર
2. વિજયભાઇ પુનાભાઇ બાંભણીયા ઉ.વ.૪૬ ધંધો:-મજુરી રહે.બજુડ ચોરા પાસે તા-ઉમરાળા જી.ભાવનગર
3. દિલીપગીરી આણંદગીરી ગોસ્વામી ઉ.વ.૪૦ ધંધો:-હીરા ઘસવાનો રહે.બજુડ ચોરા પાસે તા-ઉમરાળા જી.ભાવનગર
4. વજુભા ઉકુભા ગોહીલ ઉ.વ.૪૭ ધંધો:-હીરા ઘસવાનો રહે.બડેલી આશ્રમ પાસે તા-પાલીતાણા જી. ભાવનગર
5. કાર્તિકભાઇ રમેશભાઇ વડોદરીયા ઉ.વ.૨૪ ધંધો:-હીરા ઘસવાનો રહે.ધોળા વીસી ગામ તા-ઉમરાળા જી.ભાવનગર
તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૦,૫૮૦/- મળી કુલ કિ.રૂ.૨૦,૫૮૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી દિપસંગભાઇ ભંડારી,જયદાનભાઈ લાંગાવદરા,હરિચંદ્દસિંહ ગોહિલ
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *