મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની એપ્લિકેશ લોન્ચ કરી સમાજને અનોખી ભેટ આપી છે.
મંત્રીશ્રીનાં પુત્ર શ્રી દિવ્યેશભાઇનાં ૩૩મા જન્મદિને યુવાનો ઘર આંગણે જ સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ શિક્ષણ મેળવે અને પરિવાર,ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ‘ભાઈ’ ઓનલાઇન એજ્યુકેશન એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરશોત્તભાઈ સોલંકીનાં પુત્રશ્રી દિવ્યેશભાઈનાં જન્મદિવસ પ્રસંગે ભાવનગરના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે એપ્લિકેશન લોન્ચ અને શૈક્ષણિક સેમિનારનુત્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મંત્રીશ્રી પરશોત્તભાઈ સોલંકીની જીવન-ક્વન આધારીત ડોક્યુમેન્ટરી ફિલ્મ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળી હતી.
રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ દિવ્યેશભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા કહ્યું હતું કે,દિવ્યેશભાઈએ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરીને અન્ય લોકો માટે ખરા અર્થમાં દ્રષ્ટાંત રૂપ બન્યાં છે.આ સેમિનાર દ્વારા યુવાનોને સાચી દિશા,યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તભાઈ સોલંકીએ યુવાનોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે,મે હરહંમેશ બહેનો અને દિકરીઓની ચિંતા કરી છે તેમના દુ:ખમાં સહભાગી બનીને તેમના આસું લુછવાનું કામ કર્યું છે ત્યારે મારો પુત્ર દિવ્યેશ પણ આ સેવાકીય કાર્યમાં જોડાઈને લોકોને મદદરૂપ બની રહ્યો છે.ઘણાં બધાં દિકરા-દીકરીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે કારકિર્દી બનાવી શકતા નથી ત્યારે ‘ભાઈ’ ઓનલાઇન એપ્લિકેશન યુવાનોના સપનાને ખરા અર્થમાં સાકાર કરશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.મારાથી જેટલી સેવા થાય તેટલી કરી છે અને હજુ કરીશ તેવી પ્રતિબધ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
સેમિનારમાં મોટિવેશનલ સ્પીકરશ્રી અશોક ગજ્જર અને જ શ્રી પારસ પાંધીએ અનેકવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંત આપી યુવાનોને પ્રેરણા આપી હતી.
ઉલ્લેખનીય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ‘ભાઇ’ ઓનલાઇન એજ્યુકેશન એપ્લિકેશન માધ્યમથી ઘર બેઠા નામાંકીન ફેકલ્ટી દ્વારા શિક્ષણ મેળવી શકશે અને ઓનલાઇન ટેસ્ટ અને મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા ક્લાસ-૧થી ૪ માટેની તૈયારી કરી રહેલાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે.
કાર્યક્રમ પૂર્ણ થયે શ્રી દિવ્યેશભાઈ સોલંકીને જિલ્લાના પદાધિકારીઓ તેમજ કોળી સમાજના અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમાં પૂર્વ મંત્રીશ્રી આર.સી.મકવાણા,ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લાના આગેવાન શ્રી ભરતભાઈ મેર,શ્રી રઘુભાઈ કુંબલ,શ્રી સી.પી.સરવૈયા,શ્રી રાજેશભાઈ ફાળકી,શ્રી આણંદભાઈ ડાભી,શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિત કોળી સમાજના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં યુવાન ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.