Latest

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું ઉદ્દઘાટન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા.

ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસ તેમના માટે સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરે છે. જિલ્લાઓમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારીઓની આરોગ્ય ચકાસણી માટે સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે.

તેવી જ રીતે પોલીસ મહાનિદેશકની કચેરી પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે એપોલો હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી બે દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૪ અને ૨૫ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન યોજાયેલા આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી.

આ કેમ્પ દરમિયાન સવારથી સાંજ સુધી પોલીસ ભવન ખાતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, હથિયારો એકમોની કચેરી, તાલીમ કચેરી, તકનિકી સેવાઓની કચેરી તેમજ આઇ.બી કચેરી અને સી.આઇ.ડી ક્રાઈમની કચેરીમાંથી મોટી સંખ્યામાં પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના આરોગ્યની ચકાસણી માટે એકત્ર થયા હતા.

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એપોલો હોસ્પિટલના સી.ઓ.ઓ નિરજલાલ તથા જનરલ મેનેજર સંદીપ જોષીના માર્ગદર્શન હેઠળ તેમની સિનિયર મેડિકલ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા જનરલ હેલ્થ એસેસમેન્ટ, બ્લ્ડ પ્રેશર મોનીટરીંગ, બોડી માસ ઈન્ડેક્ષ મેઝરમેન્ટ, બ્લડ સુગર ટેસ્ટીંગ (RBS), કાર્ડિયાક રીસ્ક એસેસમેન્ટ તથા હેલ્થ અવેરનેસ & કાઉન્સીલીંગ જેવા પેરામીટર પર નિદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ સુધારણા અધિક પોલીસ મહાનિદેશક ડો. નીરજા ગોટરૂના સંકલનમાં આ સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *