Education

નવેમ્બરના માસમાં ગોધરાના ગોલ્લાવ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા:: પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી આજે તા.૨૨/૧૧/૨૦૨૪ ના શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગોધરા તાલુકાના ગોલ્લાવમાં આવેલ જી.આઇ.એ આઇ.ટી.આઇ, ગોલ્લાવ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાનાર છે.

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયમાં આવતાં હોય તેવા તમામ રોજગાર વાંચ્છુક પુરૂષ અને મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ગોલ્લાવ ખાતે યોજાનાર તાલુકાકક્ષાના રોજગાર ભરતી મેળામાં વડોદરા અને પંચમહાલ જિલ્લાની કુલ ૦૮ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા સ્થળ ઉપર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *