bhavnagarBreaking NewsGujarat

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” એવોર્ડથી લોકો માહિતગાર થાય તે માટેનું સઘન આયોજન કરવા કલેક્ટરશ્રીની સુચના

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સુચનો કરતાં જણાવ્યું કે, શાળા,કોલેજો તેમજ લોકોની અવરજવર રહેલી હોય તેવાં વિસ્તારોમાં માર્ગ સલામતી અવેરનેસના કાર્યક્રમો યોજવા, માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” એવોર્ડથી લોકો માહિતગાર થાય તે માટેનું સઘન આયોજન કરવા પર સવિશેષ ભાર મુક્યો હતો. લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી અકસ્માત સંભવિત વિસ્તારોમાં જરૂરી પગલાંની સાથે હેલ્મેટ અને લાયસન્સ વગરનાં વાહન ચાલકો પર સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા,જરૂર જણાય તેવા વિસ્તારોમાં સાઇનબોર્ડ, સ્પીડ બ્રેકર લગાવવા સૂચના આપી હતી.

આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, રોડ સેફ્ટી ટ્રેઇનર શ્રી અજયસિંહ જાડેજા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 91

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *