Devotional

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો

કુંઢેલી તા.14
પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો મુકામ શક્તિ સ્થાન તુલજા પૂરમાં રહ્યો. સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ આગળ વધાર્યો હતો.

શ્રી મોરારિબાપુએ શક્તિ સ્થાન તુલજાપુરમાં રામકથા ગાન કરતાં પ્રારંભે તુલજા ભવાની સાથે છત્રપતિ શિવાજી અને સ્વામી રામદાસજીના સમરણ કર્યું અને વૈદિક સનાતન હિન્દુ ધર્મ માટે શિવાજી પ્રત્યે અહોભાવ વંદના વ્યક્ત કરી. આ સાથે જ ભવાની તલવાર ઉલ્લેખ કરી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત હાલરડાંનું સ્મરણ ગાન કર્યું.

ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો મુકામ મહારાષ્ટ્રનાં શક્તિ સ્થાન તુલજાપુરમાં રહ્યો, અહીંયા શ્રી મોરારીબાપુએ સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ આગળ વધાર્યો હતો અને શિવકથા કરી સાંપ્રત પ્રવાહો સાથે સનાતન શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણ સાથે કથાગાન પ્રસ્તુત કરેલ. યુવાનોને હરિનામ સ્મરણ માટે ભાવપૂર્વક અનુરોધ કર્યો.

વ્યાસપીઠ પરથી રામકથા ગાન સાથે શ્રી તુકારામજી ઉલ્લેખ સાથે અહીંયા વારકરી સંપ્રદાયના ભાવિકો દ્વારા સંકીર્તન સાથ આપવામાં આવેલ. શ્રોતા ભાવિકોએ રામકથા સાથે શક્તિપીઠ તુલજાભવાની દર્શન લાભ લીધો.

રામકથા યાત્રાના આ વિશિષ્ટ ઉપક્રમમાં ચોથા દિવસે શક્તિપીઠ તુલજાપુરમાં લાભ મળ્યાં બાદ પાંચમાં દિવસ માટે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર તીર્થ તરફ ભાવિક શ્રોતાઓએ પ્રસ્થાન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *