Ahmedabad

મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા મોટા પાયે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તા.21 એપ્રિલથી તા.25 એપ્રિલ સુધી સેક્ટર સ્પેસિફિક ભરતી મેળાનું કરાયું આયોજન કરાયું હતું જેનો લાભ જિલ્લાના મહતમ યુવાનોએ લીધો હતો.

આ ભરતી મેળામાં 83 જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે રોજગારીની તક પ્રદાન કરવામાં આવી હતી. પાંચ દિવસીય યોજાયેલ રોજગાર મેળામાં 2400થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જે પૈકી 2000થી પણ વધુ યુવાનોની વિવિધ કંપનીઓ દ્વારા પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.

તા.21 એપ્રિલના રોજ યોજાયેલ મેન્યુફેકચરિંગ તેમજ ઓટોમોબાઇલ સેકટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, યઝાકી ઇન્ડિયા, લુબી ઇન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ 17 કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.22 એપ્રિલના રોજ ફાર્માસ્યુટિકલ તેમજ હેલ્થકેર સેકટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ઝાયડસ લાઈફ સાયન્સ, યુંનીસન ફાર્માસ્યુટિકલ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ, બ્લુસપ્રિન્ટ ફાર્માસ્યુટિકલ, એપોલો ફાર્મસી જેવી વિવિધ 9 કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.23 એપ્રિલના રોજ બેન્કિંગ, ફાયનાન્સ તેમજ એકાઉન્ટિંગ સેક્ટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં એક્સિસ બેંક, એચડીએફસી ફાયનાન્સલ સર્વિસ, ઈક્વિટાસ બેંક, એયુ સ્મોલ ફાયનાન્સ બેંક, ઇન્ડ્સઇન્ડ બેંક, સત્ય માઇક્રોકેપિટલ બેંક જેવા 18 જેટલા બેન્કિંગ અને ફાયનાન્સ સેક્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.24 એપ્રિલે માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી સેક્ટર અને સિક્યુરિટી સર્વિસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં નંદી પંચવટી પ્રા.લિ., પીવીઆર, કટારીયા ગ્રુપ ઓફ કંપની, નેપ્ચુન હાઉસ, યશ ફિલ્ટર પ્રા.લી. જેવા 24 જેટલા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.25 એપ્રિલના રોજ આઇ.ટી. તેમજ ટેક્ષટાઈલ, હોટેલ & રેસ્ટોરન્ટ સેક્ટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ઈશાન ટેકનોલોજી, અરવિંદ સ્માર્ટ ટેક્ષટાઈલ, જ્યાત્માં ટેકનોલોજી, ઓરબીટેક ઇન્ફોવેબ, દિવ્યા ઇન્ફોકેમ, માસ કોલનેટ જેવા વિવિધ 15 જેટલા એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

વૈષ્ણવદેવી સર્કલ પાસે પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, શોર્ટ સર્કિટ સર્જાતા બની ઘટના

ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી પરિસ્થિતિ કાબૂમાં અમદાવાદ, સંજીવ રાજપૂત,…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *