bhavnagarBreaking NewsGujarat

જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી જેસર ખાતે થશે.

રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ૭૫ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના જેસર ખાતે કરવામાં આવનાર હોય એ અંગે જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ધ્વજ વંદન માટેના મિનિટ ટુ મિનિટ એટલે કે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ગરીમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ અનુભવોને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જીલોવા,રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકી,નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *