bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૯૦ કિ.રૂ.૨,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન સંદિપભાઇ નાનજીભાઇ જાંબુચા રહે.શાસ્ત્રીનગર,ભાવનગરવાળાએ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ કંપની,લાતી બજાર,ભાવનગરમાં કોઇએ તેની શ્રી નિલકંઠ મોટર્સ નામની દુકાને શંકાસ્પદ પાર્સલ મોકલી આપેલ હોય.જે પાર્સલ તેઓએ મંગાવેલ નહિ હોવા છતાં તેઓના નામે આવેલ હોય.જેમાં કાંઇ શંકાસ્પદ કે ગેરકાયદેસર વસ્તુઓ હોવાની શકયતાઓ હોવાથી પેરોલ ફર્લો સ્કવોડ પોલીસને જાણ કરતાં તે પાર્સલ ખોલી જોતાં તેમાંથી નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.આ જથ્થો મંગાવનાર નીચે મુજબના મોબાઇલ ધારક/ઉપયોગકર્તા વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આરોપીઃ-
1. મો.નં.૭૦૪૩૩૬૪૫૪૭ના ધારક તથા ઉપયોગકર્તા (પકડવાનાં બાકી)
2. મો.નં.૯૧૦૬૩૫૦૭૩૨ના ધારક તથા ઉપયોગકર્તા (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી લખેલ ૭૫૦ MLની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧,૩૪,૪૦૦/-
2. બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ MLની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૪ કિ.રૂ.૧,૩૧,૬૦૦/-
3. અંગ્રેજીમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ કંપનીની રસીદ-૦૨ તથા ઇન્વોઇસ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૨,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી કિરીટભાઇ પંડયા,ભૈપાલસિંહ ચુડાસમા,અરવિંદભાઇ મકવાણા,ચંદ્દસિંહ વાળા,હારિતસિંહ ચૌહાણ,મજીદભાઇ શમા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *