Latest

અક્ષરવાડીમાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી..

ભગવાન શ્રી રામના જન્મ સ્થાન અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજવાના હોય ભગવાન શ્રી રામ પ્રભુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભવ્યાતીભવ્ય રીતે સંપન્ન થઈ.

શહેરના અક્ષરવાડી રોડ સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે તારીખ ૨૨ સોમવાર ના રોજ પ્રતિષ્ઠા નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અક્ષરવાડી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામ, માતા સીતાજી તથા હનુમાનજી સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અક્ષરવાડી ખાતે સોમવારે સવારે 10:30 થી બે મોટા led સ્ક્રિન પર પ્રતિષ્ઠા વિધિનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું.

મંદિરના તમામ સંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો ભાવિકો એ સમૂહ આરતીનો પણ લાભ પ્રાપ્ત કર્યો. સમગ્ર ઉત્સવ દીપી ઉઠે તે રીતે પુરા અક્ષરવાડી પરિસરને દૈદીપ્યમાન રોશનીની સજાવવામાં આવ્યું છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર હરિભક્તોએ પોતપોતાના ઘરે અને કામના સ્થળે રોશની, પૂજન, તોરણ, રંગોળી, શણગાર કરી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *