bhavnagarBreaking NewsCrimeGujarat

હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં અને છેલ્લાં આઠ મહિનાથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામનો કેદી લીંગો ઝડપાયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમી મળેલ કે,ભાવનગર,ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૭માં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભોગવતાં પાકા કામનાં કેદી અજય ઉર્ફે લીંગો ઉર્ફે ભાણો કાળુભાઇ ચૌહાણ રહે.નાની વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો હાલ-સુરત,સરથાણા વિસ્તારમાં રહે છે.જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડના માણસોએ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના પાકા કામના કેદી સુરત,સરથાણા વિસ્તારમાંથી મળી આવતાં તેને ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ.

પાકા કામના કેદી:-અજય ઉર્ફે લીંગો ઉર્ફે ભાણો કાળુભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ રહે.નાની વાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર હાલ-અજયભાઇ શીયોરાની લંકા પાન નામની દુકાનમાં, સરથાણા, જી.સુરત

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારી દિપસંગભાઇ ભંડારી,હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા,મહેશભાઇ કુવાડિયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

1 of 111

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *