bhavnagarBreaking NewsCrimeGujarat

રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.માં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.માં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓ ભાવનગર,બ્રાહ્મણ તલાવડી,મામાના ઓટલા પાસે રોડ ઉપર ઉભા હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપીઓ હાજર મળી આવતાં તેઓને ઝડપી પાડી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.આ અંગે રાજકોટ શહેર,ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-
1. રમેશભાઇ ઉર્ફે વિરૂ લક્ષ્મણભાઇ જાબુંચા ધંધો-વેપાર ઉ.વ.૩૮ રહે.પ્લોટ નં.૨૪, બ્રાહ્મણ તલાવડી,લાઠીયાના ડેલા પાસે,રૂવાપરી રોડ,ભાવનગર
2. વિરેન્દ્દસિંહ રવુભા ચુડાસમા ઉ.વ.૪૭ ધંધો-વેપાર રહે.પીપળા શેરી,વલ્લભીપુર જી.ભાવનગર
કરેલ ગુન્હોઃ-
રાજકોટ શહેર, ડી.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૫૨૩૦૨૦૩/૨૦૨૩ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮ (૨), ૬૭ (ક) તથા I.P.C. કલમઃ-૨૭૨, ૨૭૩, ૪૦૬,૪૨૦, ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૮૨, ૪૮૩, ૧૨૦(બી),૧૭૭ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ  પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે. કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *