bhavnagarEducationGujarat

ભાવનગરમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત શિક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

ભાવનગરના અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે તા: ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ પા પા પગલી અંતગૅત જિલ્લાકક્ષાના શીક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું તેમજ વાલીને ડેવલોપમેન્ટ અસેસમેન્ટ ટૂલના આધારે બાળ પ્રવૃતિ થી પ્રગતિ અંતર્ગત પોતાના બાળકોની પ્રગતિ કેવી રીતે થાય તેના વિષે વાત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારીત વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ આંગણવાડીના નાના-નાના ભુલકાઓએ આ કાર્યક્રમમાં વિવિધ અભિનય ગીતો રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા હતા.તેમજ મહેમાનો દ્વારા બાળકોને પ્રથમ,દ્વિતીય, અને તૃતીય નંબર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે માન સાસંદશ્રી ભારતીબેન શિયાળ જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ.સોલંકી,મહિલા અને બાળ વિકાસ ચેરમેનશ્રી,ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,મહિલા મોરચાના પ્રમુખશ્રી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર મેળાનું પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાગૌરી સી દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *