Latest

નારી તું નારાયણી: આજે કર્ણાવતીમાં યોજાશે ‘નારાયણી સંગમ’ ગુજરાત પ્રાંતનું મહિલા અધિવેશન

અમદાવાદ, સંજીવ રાજપૂત: આજે અમદાવાદ ખાતે શ્રી શક્તિ કન્વેનશન સેન્ટર,  વૈષ્ણવદેવી સર્કલ, કે ડી હોસ્પિટલ પાસે  બપોરે 1 કલાકે થી સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા  નારાયણી સંગમ મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

જેમાં પશ્ચિમ વિભાગથી વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલ આશરે 1500 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે.  આ સંમેલન નો મુખ્ય હેતુ સ્ત્રી શક્તિ જાગૃત થાય અને રાષ્ટ્રના વિકાસ અને નિર્માણ માટે વધુ સહભાગી બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મહિલાઓ તરીકે શ્રીમતી ઉષાબેન અગ્રવાલ, સુશ્રી ઈન્દુમતીબેન કાટદરે, સુશ્રી ગીતાતાઈ ગુંડે, ડૉ જાગૃતિબેન પટેલ, ડો માયાબેન કોડનાની, સુશ્રી શૈલજાતાઈ અંધારે સહિત અન્ય મહાનુભાવ મહિલાઓ ઉપસ્થિત રહેશે અને પોતપોતાના વિચારો અને વ્યક્તવ્ય સાથે રજૂ કરશે.

આ સમગ્ર સંમેલનમાં જ્યોતિબેન ભંડારી, સંમેલન પ્રમુખ, પૂર્વીબેન પરમાર, વિભાગ સંયોજિકા, જ્યોતિબેન ગજેન્દ્રગડકર, વિભાગ સહસંયોજિકા, તેમજ ગુજરાત પ્રાંત સંયોજિકા કાશ્મીરા ભટ્ટ, સહસંયોજિકા પારુલ મોદી દ્વારા મહિલાઓ વધુ ને વધુ ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે તો આ કાર્યક્રમ અંગે માહિતી માટે સિમ્પલ ઠક્કર અને દુહિતા લખતરિયાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *