નવચંડીમાં યજ્ઞ ગુજરાતી (પટેલ) પરિવારના સભ્યો બહોળા પ્રમાણમાં ઉમટ્યા સિહોર તાલુકા વિસ્તારના સાંઢીડા મહાદેવ ગામના ગુજરાતી પરિવારના મઢ ખાતે 108 કુંડ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું .
જેમાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ સાધુ-સંતોની હાજરીમાં બહોળા પ્રમાણમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો . ત્યારે ગુજરાતી પરિવાર તથા સમસ્ત આયોજન ભૂવા શ્રી દલસુખભાઈ ગુજરાતી તથા અશોકભાઈ ગુજરાતીના માર્ગદર્શક કરાયું હતું .
આમ ગુજરાતી પરિવારના મઢ ખાતે યજ્ઞ યોજાયો હતો . જેમાં સાંઢીડા ગામ તથા ગુજરાતી પરિવાર વિશાળ સંખ્યામાં જોડાયો હતો .
આ તકે ગુજરાતી પરિવારના યુવાનો દ્વારા સ્વયંસેવકોમાં સ્વયંભૂ જોડાઈને હવનમાં હાજરી આપી હતી . આમ સાંઢીડા ગ્રામ્ય વિસ્તારો માં હવનનો કાર્યક્રમ યોજાયો હતો .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર