bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૦,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૧/૦૧/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના યુસુફખાન પઠાણ તથા પાર્થભાઈ ધોળકીયા ને સંયુકત બાતમીરાહે હકીકત મલેલ કે,ભાવનગર,સુભાષનગર પુલ પાસે આવેલ આદીનાથ ફ્લેટ ના પાર્કીંગમાં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. પ્રફુલ શાંતીભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે. સુભાષનગર આદીનાથ ફ્લેટ નં.૦૪ બીજા માળે ભાવનગર.
2. મનસુખ કરમશીભાઇ જીવાણી ઉ.વ.૪૭ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી બ્લોક નં.૭૭૨૦ ઘોઘા જકાતનાકા પાસે ભાવનગર.
3. ચીરાગ બળવંતભાઇ પંડ્યા ઉ.વ.૩૫ રહે. સિંગલીયા પ્લોટ નં.૪૯ ભરતનગર ભાવનગર
4. રતીભાઇ ચીમનભાઇ રાઠોડ/મારવાડી ઉ.વ.૪૭ રહે. કૈલાષનગર રૂમ નં.૭૩૭૨ શાક માર્કેટ રોડ ભરતનગર ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧0,૩૮૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૩૮૦/- નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,આર.એ.વાઢેર તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ,નજીરભાઈ બેલીમ,પાર્થભાઈ ધોળકીયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *