bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૬૧ કિ.રૂ.૫૩,૬૪૦/-ના મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ, શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,આનંદનગર રોડ,આડોડીયા વાસમાં રહેતા પુજાબેન પ્રદિપભાઇ રાઠોડ તથા તેના પતિ પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ પોતાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની મળેલ બાતમી આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરતાં નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી લખેલ બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. પુજાબેન પ્રદિપભાઇ રાઠોડ (પકડવાના બાકી)
2. પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.બંને આડોડીયાવાસ, આનંદનગર રોડ,ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. સીગ્રામ્સ રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૪,૪૦૦/-
2. સીગ્રામ્સ રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/-
3. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૩ કિ.રૂ.૧૭,૧૬૦/-
4. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧૨,૪૮૦/- મળી કુલ રૂ.૫૩,૬૪૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં જયદિપસિંહ રઘુભા,લગ્ધીરસિંહ ગોહિલ,મીનાજભાઇ ગોરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 370

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *