bhavnagarBreaking NewsGujaratPolitics

ભાવનગર તાલુકાના ભંડારીયા ગામનાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું.બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને યોજનાઓ નો લાભ લીધો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગર તાલુકાના ભંડારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

સરકારના અધિકારી-કમૅચારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પી.એમ કિસાન યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના,આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના,અટલ પેન્શન યોજના,પ્રાકૃતિક ખેતી,પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ પોષણ અભિયાન,પી.એમ.જે.વાય,ખેતીવાડી વિભાગ,આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મેરી કહાની,મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં.તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જશુબેન મકવાણા,શ્રી મુનાભાઈ ચૌહાણ,પ્રાંત અધિકારી શ્રી એચ.એમ.ઝણકાટ,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ પદાધિકારીઓ/અધિકારીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *